“અમૂક સમય પછી દરેક રિલેશનશિપ ‘બોરિંગ’ થઈ જાય છે. આ એક એવું સત્ય છે, જે આપણને કોઈ નથી કહેતું. શરૂઆતમાં ગમ્મે તેટલો આહલાદક અને રોમાંચક કેમ ન હોય, દરેક સંબંધ ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂલ કે કંટાળાજનક બની જાય છે. ધેટ્સ ઓકે. એનો અર્થ એ નથી કે એમાં રહેલો પ્રેમ લુપ્ત થઈ જાય છે. એનો અર્થ એમ કે પ્રેમ પરિપક્વ થતો જાય છે. જગતનો કોઈ સંબંધ આજીવન ‘હનીમૂન ફેઝ’માં નથી રહેતો. અને રહેવો પણ ન જોઈએ. જો એ કંટાળાજનક તબક્કામાં નહીં પ્રવેશે, તો પ્રેમમાં ઊંડાણ, ધીરજ, અને સ્થિરતા કઈ રીતે આવશે ? આ ‘બોરિંગ’ તબક્કામાં જ સંબંધોનું સ્થાયીકરણ થાય છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે જ તળિયે બેસે છે જ્યારે જળ શાંત થઈ જાય છે. એ કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શકે, પણ એ સાધારણ લાગતી ક્ષણોમાં જ અસાધારણ પ્રેમનો ઉછેર થતો હોય છે.” RelationshipsRelationshipGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“લાયકાત વગરના પુરુષ સામે પોતાની જાત સમર્પિત કરી દીધા પછી, જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે, તો એ નિષ્ફળતા દીકરીની નહીં, એના પિતાની છે. એક દીકરીની સેલ્ફ-વર્થ કેટલી છે, એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે, તો ‘વલ્નરેબીલીટી’ અને ‘લવ-સિકનેસ’નો બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઈન્ટરેસ્ટેડ છે ? એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.” InspirationalMotivationalRelationshipsGujaratiNimit Oza Book:નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો Source: નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.” LoveRelationshipsLove QuotesGujaratiNimit Oza Book:નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો Source: નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો