“તમે તમારા જીવનમાં મસ્ત અને સંતુષ્ટ હો, એ વાત જગતને સૌથી વધારે ખૂંચે છે. વધુ પડતી આત્મ-નિર્ભરતા ક્યારેક ઈર્ષાનું કારણ બની જાય છે. જો તમે કોઈને નડતા કે કનડતા નથી, તો તમારું એ નિર્લેપપણું સમાજને ખૂંચ્યા કરશે. તમારી આસક્તિ સમાજની આવશ્યક્તા છે. અને એટલે જ તમારી અનાસક્તિ એમના માટે અસહ્ય હોય છે.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“દરેક વખતે આપણે મૂવ-ઓન નથી થતાં. ક્યારેક ટ્રાન્સફોર્મ થઈએ છીએ. ઘટનાસ્થળથી દૂર જવાને બદલે, આપણી એ જાતથી દૂર ચાલ્યા જઈએ છીએ જેણે દુર્ઘટના સર્જેલી. કેટલાક લોકો મૂવ-ઓન કર્યા પછી પણ બદલાતા નથી અને કેટલાકને મૂવ-ઓન કરવા માટે બદલાવું છે. માત્ર સમય નહીં, વ્યક્તિ પણ બદલાય, ત્યારે હાર્ટ-બ્રેક થયું સાર્થક કહેવાય.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“આખું જગત તમને દોડાવતું રહેશે. ફક્ત કલા તમને અટકી જવાનું કહેશે. દરેક જણ ઉતાવળ કરાવશે. ફક્ત સાહિત્ય તમને ધીરજ રાખવાનું કહેશે. સંગીત તમને નિરાંત શીખવાડશે. પુસ્તકો કહેશે કે ‘ટેક યોર ટાઈમ. કોઈ જલ્દી નથી.’ જો જગત અને કલામાંથી કોઈ એકની પસંદગી કરવી પડે, તો હંમેશા કલાની વાત સાંભળજો.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“આત્મ-સુધારની જાણ એમને જ કરવાની હોય, જેઓ આપણા માટે મહત્વના હોય. આપણી વ્યક્તિગત ઉન્નતિના દર્શન અમૂક ખાસ લોકો જ કરી શકે. આપણી પ્રગતિ, પરિપક્વતા અને પરિવર્તન વિશે દરેકને જાણ કરવી નિરર્થક છે.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“આપણે ગમ્મે તેટલા સાચા હોઈએ, કેટલીક લડાઈઓ જીતવી નિરર્થક હોય છે. જેમને અજ્ઞાનતામાં અજવાળું દેખાતું હોય, એમની પાસે જ્ઞાનની વાતો કરવી મૂર્ખામી છે. જેઓ પોતાની અજ્ઞાનતાને વફાદાર હોય, એમની સામે જ્ઞાનનું પ્રદર્શન ક્યારેય ન કરવું.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“અન્યની દરેક નાની ભૂલને બ્રોડકાસ્ટ કરવી કે સુધારવી જરૂરી નથી હોતી. નાની નાની બાબતોની ફરિયાદ ન કરવી, એ પણ એક એપ્રિસિએશન છે. કોઈની કદર કરવા માટે દર વખતે પ્રશંસા કરવી જરૂરી નથી હોતી. એમની નાની અને માનવ સહજ ક્ષતિઓ ઈગ્નોર કરીને પણ આપણે તેમની કદર કરી શકીએ છીએ.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“માનસિક શાંતિ બહુ ખર્ચાળ હોય છે. એ મેળવવા માટે દલીલો જીતવાનો આગ્રહ, સાચા હોવાની જીદ અને અહમ ખર્ચી નાંખવો પડે છે.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“ભાવશૂન્ય લોકો માટે આપણે કાયમ સેન્સીટીવ જ રહેવાના. આપણે ક્યારેય વધુ પડતા લાગણીશીલ નથી હોતા. બસ, ક્યારેક એવા લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ જેમને માટે લાગણીશૂન્યતા નોર્મલ છે.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“કેટલાક લોકોના મનમાં રહેલી આપણી છબી, આપણે ક્યારેય બદલી શકવાના નથી. જે લોકોને પોતાની ગેરમાન્યતાઓ ઉછેરવી હોય, એમની સામે આપણી દરેક સ્પષ્ટતા નકામી છે. આપણા વિશે ફેલાયેલી કેટલીક ગેરસમજણો દૂર ન કરવામાં જ શાંતિ રહેલી છે.” QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“દરેકની નજરમાં હીરો બનવાનું છોડી દઈએ, તો જીવન બહુ સરળ થઈ જાય છે. કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામા કે નવરા જ રહેવાના. બસ, એટલું સ્વીકારી લઈએ તો ઘણી માનસિક શાંતિ મળશે.” MotivationalQuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“જ્યારે તમે ખરેખર જાતને પ્રાથમિકતા આપવા માંડો છો ત્યારે અમૂકને ગુમાવવા લાગો છો. તમારા ઉપેક્ષિત સ્વ-હિતથી જેટલા લોકોને લાભ મળતો, એ બધા હવે દૂર ચાલ્યા જશે. ધેટ્સ ઓકે. આત્મ-પોષણ માટે કેટલાક પરોપજીવીઓનું દૂર જવું આવશ્યક હોય છે.” MotivationalQuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“જે લોકો આપણી પ્રાર્થનાસભામાં પણ બે મિનીટની હાજરી આપવાના હોય, એમના અભિપ્રાયોને કેટલુંક મહત્વ આપવાનું ? આપણી પ્રાર્થનાસભામાં જે લોકો આપણા ફોટાની સામે નહીં, ફોટાની બાજુમાં બેઠા હશે, બસ એ જ અત્યારે મહત્વના છે.” QuotesMotivational QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના શમ્યા પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુંવાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ધૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે.” LoveQuotesFriendshipRelationshipNimit OzaSatori Author:Dr. Nimit Oza