“જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.” LoveRelationshipsLove QuotesGujaratiNimit Oza Book:નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો Source: નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“પ્રેમનો લિટમસ ટેસ્ટ શાંતિ છે. જેમની હાજરીમાં તમે શાંત અને સુરક્ષિત હોવાનો અનુભવ કરો છો, ત્યાં પ્રેમ મળવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. કારણકે કોઈ પણ સંબંધમાં એક્સાઈટમેન્ટ, ઉત્સાહ, અને સરપ્રાઈઝ બહુ જલદી ઓગળી જાય છે, પણ શાંતિ આજીવન ટકે છે. રોમાંચ અને રોમાન્સના ભરોસે દૂર સુધી નહીં જઈ શકાય, કારણકે એ અલ્પજીવી હોય છે. આજ નહીં તો કાલ, શૃંગાર રસ ગાયબ થવાનો જ છે. પણ શાંત રસ ક્યાંય નહીં જાય કારણકે આપણો મૂળ સ્વભાવ શાંત રસ છે. વર્ષો સુધી જે સાથીઓ એકબીજાને શાંત રસ પીરસી શકે, તેઓ પ્રેમમાં પરિપક્વતા અને પ્રગતિ પામી શકે. મોડી રાત સુધી ચાલતી વોટ્સ-એપ ચેટ, કલાકો સુધી ચાલતા ફોન કોલ્સ, અને પેટમાં ઉડતા પતંગિયા બહુ જ ટૂંકા સમયમાં ગાયબ થઈ જાય છે. વહાલના ઉભરા શમી જાય છે. મુગ્ધાવસ્થાની બધી જ લાગણીઓ બળી જાય, પછી જે શાંત અને સ્થિર રાખ વધે એનું નામ પ્રેમ છે. જ્યાં બે જણા વચ્ચેનું મૌન કમ્ફોર્ટેબલ હોય, ત્યાં પ્રેમનું બીજ અંકુરિત થઈ શકે છે. એક પણ શબ્દ બોલ્યા વગર કોઈની બાજુમાં બેસીને તમે એને સાંભળી શક્તા હો અને એ તમને સમજી શક્તા હોય, તો રોમેન્ટિક મેસેજીઝ કે લાલ ગુલાબનો મોહ ન રાખવો. કારણકે શાંત સંગાથ સાહચર્ય માટેના શ્રેષ્ઠ શુકન છે. જે વ્યક્તિ સાથે રહીને તમને ઘર જેવી ફીલિંગ આવે, એ પ્રેમનો મુકામ છે. જે ભાવાત્મક તોફાન સર્જે એ નહીં, જે માનસિક શાંતિ તરફ વાળે એને પ્રેમ ગણવો.” LoveLove QuotesRelationship QuotesGujaratiNimit Oza Author:Dr. Nimit Oza
“પ્રિય લોકો પરફેક્ટ હોય એવો આગ્રહ છોડી દેવો. કારણકે કોઈના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કરતાં રહીશું, તો એમને ક્યારેય ચાહી નહીં શકીએ. આપણે ક્યારેય કોઈને ટુકડાઓમાં નથી ચાહી શક્તા. એમની સિલેક્ટેડ લાક્ષણિકતાઓને પ્રેમ કરીએ, અને અપ્રિય બાબતોને ધિક્કારીએ, એવું શક્ય નથી બનતું. પ્રિયજનને એમની અપૂર્ણતાઓ સાથે સ્વીકારી લેવા પડે છે. એમની અણગમતી બાજુઓને એમના વ્યક્તિત્વનો એક ભાગ ગણીને સ્વીકારી લેવી પડે છે. મોટાભાગે આપણી પાસે બે જ વિકલ્પો હોય છે, પ્રિય વ્યક્તિને કાં તો છોડી દેવી પડે છે, ને કાં તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડે છે. કોઈ બદલાઈ એવી શરતે કે એવી આશામાં, ક્યારેય કોઈને ચાહી નથી શકાતા. જેના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એને પામી નથી શક્તા.” Love QuotesRelationshipGujaratiNimit Oza Book:નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો Source: નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો